પરિવારથી માંડીને બિઝનેસ સુધીની તમારી વધતી જતી જરુરિયાતોનો ખ્યાલ રાખવાના હેતુ સાથે મલ્ટિક્સની રચના કરવામાં આવી છે. અને એટલેથી પુરું નથી થઈ જતું. તેના X-PortTM ફિચર દ્વારા મલ્ટિક્સ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકે છે. મલ્ટિક્સ એક બિઝનેસમેનના જીવનને અનુરૂપ અભૂતપૂર્વ ફ્લેક્સિબિલિટી પુરી પાડે એવું અને એટલું જ ઉપયોગી સાબીત થાય એવું વાહન છે. એ અનોખું છે. ગેમ ચેન્જર છે. એ નવું થ્રી-ઇન-વન છે.

પરિવાર

મલ્ટિક્સમાં પાંચ લોકોનો એક પરિવાર આરામથી બેસી શકે છે. આ વાહન સૌથી ખરાબ માર્ગો પર આરામથી ચાલી શકે છે અને તમારા પ્રિયજનો સુરક્ષિત રહે એ માટે ધક્કા કે આંચકા જેવી અસરો સામે રક્ષણ મળી રહે એ રીતે બનાવવામાં આવ્યું છે. તો તૈયાર થઈ જાઓ નવા રસ્તાઓ સર કરવા, હરવા-ફરવા અને પરિવાર સાથે વેકેશન માણવા.

બિઝનેસ

તમારા વ્યવસાયના સામાન માટે મલ્ટિક્સમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. સીટ્સને પાછળ ફોલ્ડ કરો અને ગણતરીની ત્રણ મિનિટોમાં જ તમે જે ઈચ્છો એ લઈ જવા માટેની જગ્યા તૈયાર. મલ્ટિક્સ તમારું કામ પૂર્ણ કરવાના હેતુ સાથે જ બનાવવામાં આવેલું વાહન છે.

પાવર

મલ્ટિક્સનું X-PortTM ફિચર ૩ કિલોવોટ સુધી પાવર ઉત્પન્ન કરી શકે છે. આટલો પાવર ઘરને પ્રકાશિત કરવા અને મ્યૂઝિક સિસ્ટમ્સ, કૃષિને લગતી મશિનરી અને અન્ય જરૂરી સાધનો માટે પૂરતો છે. પરિણામ? વિવિધતા. જરૂરિયાત. ઇલેક્ટ્રિસિટી!

 

Rotate back to portrait mode.